Digital Hira Book એ હીરા કારીગરો માટે બનાવવામાં આવેલી એક સરળ અને આધુનિક ડિજિટલ હિસાબ સિસ્ટમ છે. ઘણા કારીગરો હજુ પણ કાગળ પર હિસાબ રાખે છે, જેના કારણે હિસાબ ગુમ થઈ જવો, ભૂલ થવી અથવા જૂના ડેટા શોધવામાં મુશ્કેલી થવી સામાન્ય બાબત છે.
આ સિસ્ટમનો મુખ્ય હેતુ એ છે કે હીરા કારીગરો સરળતાથી તેમના દૈનિક કામનો હિસાબ રાખી શકે અને કોઈપણ સમયે તેમના તમામ હિસાબો સુરક્ષિત રીતે જોઈ શકે.
Digital Hira Book નો હેતુ છે કે દરેક હીરા કારીગરને ડિજિટલ દુનિયામાં સરળતાથી જોડવામાં મદદ કરવી અને હિસાબને વધુ પારદર્શક અને સરળ બનાવવો.